ગુરુવંદના

ગુરુવંદના….!!!

દોસ્તો વિજ્ઞાન ના આ સમંદર માં ડૂબકી મારતા પહેલા મારે આ સમંદર ની રચના વિષે  થોડી વાત કરવી છે. આ સમંદર ની રચના માટે મારા હૃદય પર થયેલી બે ઉલ્કાઓ ની અથડામણ જવાબદાર છે.

એ ઉલ્કાઓ વિષે થોડી વાત કરીએ।……!!!

પહેલો ઉલ્કાપાત

થોડા દિવસો પેહલા મને એક વીડિઓ સ્પીચ હાથ લાગી. “વિજ્ઞાન ના JAY” વિષેની એ સ્પીચ ની એવી Kick લાગી કે દિવસ રાત ની ઊંઘ હરામ થઇ ગઈ. હા એ સ્પીચ હતી મારા ગુરુ (ગોવિંદ), ગાઈડ, શ્રી જય વસાવડા સર ની. એ દ્રોણાચાર્ય નો આ એકલવ્ય માત્ર શિષ્ય જ નહી પણ ભક્ત છે. આમ તો એ સતત આપણને એમના લેખ અને વાણી દ્વારા ‘વિજ્ઞાન ના Jay’ થકી “JAY મેળવવાનું વિજ્ઞાન” આપણને શીખવતા જ રહ્યા છે. ઉપરાંત બ્લોગ ની દુનિયા માં બ્લોગબસ્ટર હિટ્સ ધરાવતા planetjv  જેવા બ્લોગ દ્વારા અમારા જેવા કેટલાય નવા નિશાળીયાઓ ના હૃદય પર એમના વિચારો ની ઉલ્કાપાત થકી કેટલાય નવા સમંદર ની રચના માટેની પ્રેરણા અને પાવર નું પાવર હાઉસ પણ છે.

ગુરુવંદના માટે હું અહી આપણો પૌરાણિક શ્લોક “ગુરુર બ્રહ્મા। ..” એ ટાંકતો નથી કેમ કે એ એમના માટે પુરતો નથી, અને એની ઉપરનું કઈં મને સૂઝતું નથી.

JAY SIR, આપની આજ્ઞા વીના આપના નામ નો ઉલ્લેખ કરવા માટે હું માફી માગું છું. પણ  ઉપરોક્ત નિખાલસ કબુલાત કરીને આપનો ઠપકો સંભાળવા માટે તૈયાર છું.

બીજું કે વિજ્ઞાન ને લગતા આ બ્લોગ ના નામ બાબતે ઘણી મથામણ કરી પણ કઈજ જામતું નહોતું. પછી એ જ ગુરુ ને યાદ કરતાં જ પ્રેરણા મળી કે, જેણે આ બ્લોગ શરુ કરવા માટેનો સ્પાર્ક પેદા કર્યો છે, અને જેણે આ વિજ્ઞાન શીખ્યવ્યું છે, એનું જ નામ આ બ્લોગ સાથે જોડીને એ ગુરુની વંદના કરવી. માટે JAYVIGYAN નામ નો આ બ્લોગ JAYSIR ના ચરણોમાં સમર્પિત કરું છું.

બીજું કે આ એક યોગાનુયોગ જ છે. કે આ ગુરુવંદના કરવાના આ  અવસર ની શરૂઆત આજે શિક્ષક દિન ના દિવસે જ થઇ રહી છે.

આમાં કોઈજ પ્રિપ્લાનીંગ કે કોઈજ આગોતરું આયોજન પાછલા ત્રણ ચાર દિવસ પહેલા પણ હતુજ નહી. આની પહેલા આ બંદા ને લેખન નો કોઈજ અનુભવ નથી.

અને અચાનક જ Sir ની વીડીઓ જોયા પછી મગજ માં વિચાર આવવો, એના અમલ માટે સમય નીકળવો ને લખવા માટે અચાનક જ પેન ચાલવી એ એમના અને બીજા ગુરુઓ ના છુપા આશિર્વાદ વગર શક્ય જ નથી.

બીજો ઉલ્કાપાત

બીજા ઉલ્કાપાત ની પૂર્વભૂમિકા એકાદ વરસ પેહલાં મારા ઈજીપ્ત ( કેરો ) સ્થિત લંગોટીયા દોસ્ત, ફીલોસોફર અને ગાઇડ ‘MURTAZA PATEL’ ની બાત અને પૂંઠ માં મારેલી લાત દ્વારા થઇ છે. એની બાત અને લાત બેઉ મને હંમેશા કોલેજકાળ થી જ ફળ્યા છે અને ઇધર ઉધર ફંટાતી મારા જીવન ની નાવ રાઇટ ટ્રેક પર આવી છે. એનું મોટીવેશન ના હોત તો આ મારી પંદર વર્ષ ની માર્કેટીંગ ની કેરીયર કંઈપણ સમાજ ઉપયોગી કે ક્રિએટીવ કામ કર્યા વીના ખાધું પીધું અને રાજ કર્યું, માં જ પૂરી થઇ જાત. મારા જેવા કેટલાયે દીવાઓ માં તેલ પુરીને એણે ટમટમતા રાખ્યા છે.

મુર્તઝા તું પણ આ નીખાલસ કબુલાત પરમીશન વીના કરવા માટે માફ કરજે ભાઈ.

આ બ્લોગ નો હેતુ

મારા નાના બાળમિત્રો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન ના પ્રેમીઓ માટે શરુ થયેલો જ્ઞાન સાથે ગમ્મત આપતો આ બ્લોગ કોઈપણ પ્રકારના બોરીંગ લેકચર, અટપટી થીયરીઓ કે જટીલ લખાણો વીના માત્ર પ્રેકટીકલ વૈજ્ઞાનીક પ્રોજેક્ટ, વિજ્ઞાન ની રમતો, ઘરે બનાવી શકાય તેવા વૈજ્ઞાનીક રમકડા ઓ અને તે કેમ બનાવવા, એની પાછળના સિદ્ધાંતો ની ગ્રાફિક્સ અને આકૃતિઓ દ્વારા સરળ રીતે સમજાવી ને આપના જ્ઞાન માં વધારો કરવા નો એક પ્રયાસ છે.

આ ઉપરાંત ફ્યુચર સાયન્સ, નવી શોધો, નવી આવનારી ટેકનોલોજી થી પણ આપ ને માહિતગાર કરશે.

વિજ્ઞાન ના આ સમંદર માં ડૂબકી લગાવવા માટે હું તમામ વિજ્ઞાન પ્રેમીઓ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો ને ભાવભર્યું આમંત્રણ આપુ છું અને આશા રાખું છું કે વિજ્ઞાન ની આ મજેદાર સફર આપ સૌના સહકાર અને આશિર્વાદ થી સતત ચાલતી રહે અને નવી ક્ષિતિજો નું ખેડાણ કરવા માટે સૌને ઉપયોગી બની રહે તેવી આશા……

વિજ્ઞાન ના મોરચે બહાદુરી થી લડતો એક મહાવીર યોદ્ધો …!!!

nagendra vijay 7

દોસ્તો ઉપરોક્ત મહાપુરુષ ના ફોટા સાથે એમનું નામ ન લખવાની ગુસ્તાખી બદલ હું માફી ચાહું છું. એમ કરવા પાછળનું કારણ મારી એ જાણવા માટેની તાલાવેલી છે કે કેટલા દોસ્તો ના ચહેરા થી વાકેફ છે.

એ કોઈ સેલીબ્રીટી નથી, કોઈ સંત મહાત્મા કે ઋષી નથી, કોઈ વોર હીરો નથી. છતાં પણ કોઈ સેલીબ્રીટી, સંત, મહાત્મા, ઋષી કે વોર હીરો થી એક અંશ પણ કમ નથી. એટલે જ એમને દિલ થી ‘મહાવીર યોદ્ધો’ કેહવા નું મન થાય છે.

એ મહાપુરુષ છેલ્લી 2 પેઢી થી સતત ગુજરાતી વાચકો ની વિજ્ઞાન ભુખ અને તરસ ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવા 100 ટચ ની ગેરંટેડ ગુણવત્તા વાળા વિજ્ઞાન ના સામયિકો વડે સંતોષતા રહેલા સફારી ના તંત્રીશ્રી આપણા ‘શ્રી નગેન્દ્ર વિજય’ છે.

અમારા જેવા લાખો વિદ્યાર્થીઓને વિજ્ઞાન માં રસ લેતા કરી, વિજ્ઞાન વિશે કુતુહલ પેદા કરી, વૈજ્ઞાનિક અભિગમ ખીલવવા ઉપરાંત હજારો વિદ્યાર્થીઓ નું ડોક્ટર, ઇજનેર, કે વૈજ્ઞાનિક તરીકે ઘડતર કરવામાં એમનો ફાળો સીમાચિન્હ રૂપ છે. એમની એ વિજ્ઞાન સાધના હાલમાં પણ શ્રી હર્ષલ પુષ્કરણા આગળ ધપાવી રહ્યા છે.

સુપરનોવા તારા થી માંડીને સાપેક્ષતાવાદ, મોબાઈલ ટેક્નોલોજી થી લઈને મોસાદ ના જાસુસી મીશનો, મેડીકલ સાયંસ થી લઈને મધપુડા નું વિજ્ઞાન, જેવી વિવિધતાપૂર્ણ રેંજ માં એમણે આપેલી સામગ્રી અને એની ગુણવત્તા સાથેનું એમનું પ્રદાન કોઈ મહાન વૈજ્ઞાનિક કે ઋષિ મહાત્મા કરતા જરા પણ ઓછું નથી.

પ્રિન્ટેડ એન્સાયકલોપીડિયા ના એ જમાના માં આજ ની જેમ કોઈ પણ માહિતી હાથવગી નહોતી. બ્લેક એન્ડ વ્હાઇટ ના એ યુગ માં કોમ્પુટર કે ગ્રાફિક સોફ્ટવેર વીનાપણ સુંદર કલર ગ્રાફિક્સ અને આકૃતિઓ દ્વારા જટિલ થીયરીઓ ને સરળતા થી ગળે ઉતારવા ની એમની શૈલી હજુ આજે પણ વિજ્ઞાન વિષે રોમાંચ પેદા કરે છે.

નગેન્દ્રભાઇ વિષે બહુ વાંચવા કે સંભાળવા મળતું નથી એનું કારણ છે કે એ કોઈપણ પ્રકારે લાઇમલાઈટ માં આવવા થી દુર રહીને તેઓ માત્ર વિજ્ઞાન ની સાધના માં જ તલ્લીન રહ્યા છે.

નગેન્દ્રભાઇ વિષે બહુ વાંચવા કે સંભાળવા મળતું નથી એનું કારણ છે કે એ કોઈપણ પ્રકારે લાઇમલાઈટ માં આવવા થી દુર રહીને તેઓ માત્ર વિજ્ઞાન ની સાધના માં જ તલ્લીન રહ્યા છે.

નગેન્દ્રભાઈ એ ધાર્યું હોત તો સતત બે પેઢી થી consistant પરફોર્મન્સ આપતા  સો ટચ ના સોના જેવા એમના સામયીકો ને આજના જાહેરાત ના યુગ માં જાહેરાતો થી ભરી દઈ ને કરોડો ની કમાણી કરી શક્યા હોત. પણ આવા પ્રલોભનો ને ઠોકર મારીને એકપણ જાહેરાત વીના માત્ર લવાજમ ના જોરે વિજ્ઞાન ની ગંગા ને વાચકો ના દીલ માં ઉતારી છે, અને એને આટલા વર્ષો પછી પણ જાહેરાતો થી અલીપ્ત રાખીને એની પવિત્રતા જાળવી રાખનારા આવા ભગીરથો સદીઓ માં બહુ ઓછા  જન્મે છે.

આ તપ નથી તો બીજું શું છે….??? આને  સાધના ના કહેવાય તો શું કહેવાય….?

 પણ કમનસીબી એ છે કે આપણે આવા સપુતો ની કદર કરવા ની બાબત માં, એમને પોંખવા ની બાબત માં આપણે  એક પ્રજા તરીકે બહુ દરિદ્ર છીએ. 

આવા ભડવીરો નું આપણે ગૌરવ  નહિ કરીએ તો પછી કોનું કરીશું ..? જે સન્માન આપણે સાહિત્ય ના ક્ષેત્ર માં મેઘાણી, કલાપી, કે નર્મદ ને આપ્યું છે તે વિજ્ઞાન ના ક્ષેત્ર માં આ ભાયડા ને ના મળવું જોઈએ …???

હું દાવા સાથે માનું છું કે જો નાગેન્દ્રભાઇ વિદેશમાં જન્મ્યા હોત તો આજે વૈશ્વીક કક્ષા ની એક સેલીબ્રીટી હોત.

આવા ભડવીરો ની ઉપેક્ષા કરવાની ભુલ નું પરીણામ આપણે ભુતકાળ માં અનેક વખત ભોગવી  ચુક્યા છીએ અને હવે અપણા જ પગ ઉપર આવો કુહાડો મારવો આપણને પોસાય તેમ નથી.

છેલ્લા પચાસ વર્ષોથી જ્ઞાન ની પરબ નહી પણ ગંગા વહેવડાવનાર આ વીર સપુત ને બિરદાવવાનો આજના આ શિક્ષક દિન નો રૂડો અવસર આપડે ગુમાવવા જેવો નથી. હું મારા તમામ વડીલ વિદ્વાન લેખકો ને, શિક્ષકો ને  હાથ જોડી ને વિનંતી કરુંછું કે આવા તમામ ભડવીરો ની રાષ્ટ્રસેવા ની પુરેપુરી કદર થાય, એમનું ગૌરવ થાય, આજની નવી પેઢી એમના યોગદાન, ત્યાગ અને બલીદાન થી માહીતગાર થાય એના માટે બનતું જે થાય ઈ કરે, એમને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થાય એના માટે એક અભિયાન ની શરૂઆત કરવામાં શક્ય ફાળો અને આશીર્વાદ આપે એ પણ એક રાષ્ટ્રસેવા જ છે.